મિત્રો, આમ તો છેલ્લા પંદરેક વર્ષથી સોશિયલ મીડિયા પર એક્ટિવ ખરો. (ઓરકુટ અને યાહુ મેસેન્જરનો જમાનો) ફેસબુક શરુ કર્યાને ય આઠેક વર્ષ થયા જ હશે. પણ સોશિયલ મીડિયા પર હું કદી બહુ 'બોલકો' નથી રહ્યો. કદાચ એટલે જ, ઘણા લેખકોના બ્લોગ્સ વાંચ્યા પછી ય... અનેક મિત્રોએ અનેક વાર સૂચવ્યું તો ય.. આજ સુધી મારો પોતાનો બ્લોગ લખવાનો વિચાર પોસ્ટપોન કરતો રહ્યો! પણ હવે લાગે છે કે કંઈક લખું. એ માટેનું ખાસ કારણ એટલે મેં, ચિંતન નાયકે અને પુનિત પચ્ચીગરે શરુ કરેલી વેબ સીરીઝ, 'સંવાદ - ધી ટોક શો'.
આશા છે કે લોગ જુડતે જાયેંગે, કારવાં બનતા જાયેગા.
આશા છે કે લોગ જુડતે જાયેંગે, કારવાં બનતા જાયેગા.
No comments:
Post a Comment